Skip to content

Vijali Ne Chamkare

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ નહિતર અચાનક અંધારા થાશે જી જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ એકવીસ હજાર છસોને કાળ ખાશે જી વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ નહિતર અચાનક અંધારા થાશે જી જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ અધૂરિયાને નો કે’વાય જી, ગુપત રસનો આ ખેલ છે અટપટો આંટી મેલો તો સમજાય જી વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! અચાનક અંધારા અચાનક અંધારા થાશે જી