Skip to content

Odhaji Mara Valane

Popularity · Moderate

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

હે ઓધાજી રે મારા વાલા ને વઢી ને કહેજો જી માને તો મનાવી લેજો જી,હે મારા વાલા ને વઢી ને કે'જો જી મથુરા ના રાજા થયા છો, ગોવાલો ને ભુલી ગયા છો... 2 માનીતીને ભુલી ગ્યા છો જી,. હે મારા વાલા ને વઢી ને કહેજો જી માને તો... એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ... 2 ગાયુને સંભાળી જાઓ જી, એમ મારા વાલા ને... તમારી મરજી મા રે'શુ, જે કેશો એ માની લેશુ... 2 કુબજા ને પટરાણી કેશુ જી, એમ મારા વાલા ને ... તમે છો ભકતો ના તારણ, એવી અમને હૈયા ધારણ.2 હે ગુણ ગાય ભગો ચારણ રે, એમ મારા વાલા ને વઢી ને કહેજો જી માને તો મનાવી લેજો રે એમ મારા વાલા ને વઢી ને કહેજો જી.