Skip to content

Vairaagi

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

વરસે જાણે વાદળ મારાં રોમ રોમમાં રે, ઊગે જાણે ઝાકળ મનમાં રોજ તારી સાથે, કેવી તારી આસ કે મન આ ઘેલું થાય રે, વ્હાલની કરતાલ વાગે રે, મન વૈરાગી રે, એક તારો રંગ લઈને, સાત રંગ છોડી આવે રે, મન વૈરાગી રે, એક તારો રંગ લઈને, સાત રંગ છોડી આવે રે. કેવી રે પ્રીત જેવી, મીરાંના ગીત જેવી, અંતરમાં ગૂંજે જાયે રે, કેવી રે પ્રીત કેવી, મીરાંના ગીત જેવી, અંતરમાં ગૂંજે જાયે રે. . . . . પેહલા કદીએ, થયું જે નથી એવું હવે થાય છે, વહેતી નદી આ તુજને મળીને સાગર થઈ જાય છે, ઊડે છે કોઈ પીંછું રે, સોનેરી પાંખનું, અંબરમાં કોઈ સપનું છે, તું મારી આંખનું, મન વૈરાગી રે, એક તારો રંગ લઈને, સાત રંગ છોડી આવે રે, મન વૈરાગી રે, એક તારો રંગ લઈને, સાત રંગ છોડી આવે રે. કેવી રે પ્રીત જેવી, મીરાંના ગીત જેવી, અંતરમાં ગૂંજે જાયે રે, કેવી રે પ્રીત કેવી, મીરાંના ગીત જેવી, અંતરમાં ગૂંજે જાયે રે. . . . .