Ghalib Na Sher Jevi Chhokri
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
એની આંખોમાં ઉર્દૂના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એ જો માને તો કરવી છે આપણે એનો પાલવ પકડવાની નોકરી
એની આંખોમાં ઉર્દૂના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એ જો માને તો કરવી છે આપણે એનો પાલવ પકડવાની નોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એ તો સમંદરની લહેરોનું ગીત છે
એ તો ઝાકળથી દોરેલું નામ છે
એ છે વગડામાં ઉગેલું ફૂલ ને
એનાં પગલાં શુકનના મુકામ છે
એની પાસેથી સૂરજના ચાકરો
થોડા સાંજના રંગો લઈ જાય છે
એની પાસે લખાવે પતંગિયાં
મીઠા મોસમની પેહલી કંકોતરી
ગાલિબના શેર જેવી છોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એ તો ખુશ્બૂની માફક લહેરાય છે
એની ફૂલોને ઈર્ષ્યા પણ થાય છે
એની મસ્તીમાં સૂફીના સૂર ને
એની વાતોમાં ટહુકા સંભળાય છે
રોજ તડકા ને છાંયાના કાફલા
એને જોવાને આવે ને જાય છે
એની આંખો જુલાઈનાં વાદળાં
મારા હૈયાની ભીંજવતા ઓસરી
ગાલિબના શેર જેવી છોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એની આંખોમાં ઉર્દૂના કાફિયા
એના હોઠો પર ફૂલોની ટોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી
એક ગાલિબના શેર જેવી છોકરી