Skip to content

Charan Kanya

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વરસની ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુંવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હીંગોળી ચારણ કન્યા ઝાડ ચડન્તી ચારણ કન્યા પ્હાડ ઘુમન્તી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગ ઝરંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા જુગદમ્બા શી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ⁠ભયથી ભાગ્યો ⁠ભયથી ભાગ્યો સિંહણ, તારો ભડવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઇ તું નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો